- For Appointment:
- +91 63590 11009
- Chat on Whatsapp
સ્તનમાં ગાંઠ, biopsy માં cancer, કે સર્જરીની સલાહ — Apollo Hospital, Bhat માં તપાસ અને ઓપરેશન.
Shah’s Gastro, Cancer & Robotic Surgery Centre. સ્તન કેન્સરની સારવારમાં surgeon એકલા નિર્ણય નથી લેતા. Biopsy, scan અને stage જોઈને medical oncologist, radiation oncologist, radiologist અને pathologist સાથે મળીને સારવારનો ક્રમ નક્કી થાય છે — દરેક કેસ tumour board માં ચર્ચાય છે.
ડૉ. સ્વપ્નિલ શર્મા
MS, FMAS, DrNB (Surgical Oncology)
Consultant Surgical Oncologist, Apollo Bhat
ઘણી સ્ત્રીઓ ગાંઠ લાગ્યા પછી મહિનાઓ સુધી કોઈને કહેતી નથી — ઘરનાં કામ, બાળકોની ચિંતા, કે “ઓપરેશનનું નામ સાંભળીને” ડર. એક વાત સ્પષ્ટ જાણી લો — પહેલી મુલાકાતમાં ઓપરેશન નક્કી નથી થતું. પહેલી મુલાકાતનું કામ ફક્ત એટલું છે કે આ ગાંઠ શું છે, તેનો જવાબ મળે. ઘણી ગાંઠો તપાસ પછી cancer નથી નીકળતી, અને જે નીકળે છે, તેમાં વહેલું પકડાય તો સારવારના વિકલ્પો વધારે રહે છે.
વધુ માહિતી: Breast lump: when it needs checking અને Breast cancer symptoms and early signs (અંગ્રેજીમાં).
Biopsy એટલે સ્તનની ગાંઠમાંથી સોય વડે નાનો ટુકડો લઈને pathologist પાસે તપાસ કરાવવી. એ સામાન્ય રીતે OPD માં, local anaesthesia માં થાય છે; દાખલ થવાની જરૂર પડતી નથી. ઘણા પરિવારોને ડર હોય છે કે સોય લગાડવાથી cancer ફેલાઈ જશે — biopsy નિદાનનો સ્વીકૃત અને જરૂરી ભાગ છે, અને તેના વગર સાચો plan બની શકતો નથી.
Cancer પાકું થાય પછી stage જોવાય છે: ગાંઠ કેટલી મોટી છે, બગલની ગાંઠો સુધી પહોંચ્યું છે કે નહીં, અને શરીરમાં બીજે ક્યાંય ગયું છે કે નહીં. તે માટે જરૂર મુજબ CT scan, bone scan કે PET-CT કરવામાં આવે છે. દરેક દર્દીને બધા scan ની જરૂર નથી હોતી — કયો scan જોઈએ, તે stage પરથી નક્કી થાય છે.
વધુ માહિતી: Breast cancer diagnosis: mammogram, ultrasound and biopsy (અંગ્રેજીમાં).
આખું ટેબલ જોવા બાજુમાં સરકાવો.
| ઓપરેશન | શું કાઢવામાં આવે છે | કોના માટે |
|---|---|---|
| Breast conservation surgery (lumpectomy) | ગાંઠ અને તેની આસપાસની સામાન્ય પેશીનો થોડો ભાગ. બાકીનું સ્તન રહે છે. | ગાંઠ સ્તનના કદની સરખામણીમાં નાની હોય, એક જ ગાંઠ હોય, અને પછી radiotherapy આપી શકાય |
| Simple mastectomy | આખું સ્તન. છાતીના સ્નાયુ અને બગલની ગાંઠો રહે છે. | સ્તન બચાવવું યોગ્ય ન હોય, અથવા સ્ત્રી પોતે ન ઇચ્છે |
| Modified radical mastectomy | આખું સ્તન અને બગલની લસિકા ગાંઠો. | ગાંઠ મોટી હોય અને બગલની ગાંઠોમાં રોગ હોય |
| Sentinel lymph node biopsy | બગલની પહેલી એક-બે ગાંઠો, જેમાં સ્તનનું પ્રવાહી સૌથી પહેલાં પહોંચે છે. | બગલની ગાંઠો scan અને તપાસમાં સામાન્ય લાગે ત્યારે |
| Axillary lymph node dissection | બગલની લસિકા ગાંઠોનો આખો સમૂહ. | બગલની ગાંઠોમાં રોગ પાકો હોય ત્યારે |
| Oncoplastic surgery અને reconstruction | વધારાનું કશું નહીં. બાકી પેશીને નવો આકાર અપાય છે, અથવા નવું સ્તન બનાવાય છે. | સ્તન બચાવતી વખતે ખાડો પડે એમ હોય, અથવા mastectomy પછી નવો આકાર જોઈએ |
ઓપરેશન general anaesthesia માં થાય છે. Mastectomy અને બગલની ગાંઠો કાઢ્યા પછી ઘણી વખત એક નાની નળી (drain) થોડા દિવસ રાખવામાં આવે છે, જેથી અંદર પ્રવાહી ન ભરાય. ઓપરેશનમાં કાઢેલો ભાગ pathologist પાસે જાય છે, અને તેનો રિપોર્ટ — histopathology — આગળની સારવાર નક્કી કરે છે.
દરેક ઓપરેશનની વિગત અંગ્રેજીમાં: Breast conservation surgery, Mastectomy, Sentinel node biopsy and axillary surgery.
સ્તન બચાવતી સર્જરી પછી radiotherapy લગભગ હંમેશાં આપવામાં આવે છે; તે આ સારવારનો જ ભાગ છે, વધારાની વસ્તુ નથી. એટલે જે સ્ત્રી radiotherapy માટે રોજ hospital આવી શકે એમ ન હોય, અથવા જેમને અગાઉ એ જ બાજુ radiotherapy મળી હોય, તેમના માટે mastectomy વધુ વ્યવહારુ રસ્તો બને છે.
ગાંઠ મોટી હોય, સ્તનમાં અનેક જગ્યાએ ફેલાયેલી હોય, અથવા સ્ત્રી પોતે આખું સ્તન કઢાવવા ઇચ્છે — ત્યારે mastectomy યોગ્ય છે. એ પણ એક પસંદગી છે, નિષ્ફળતા નથી. અને mastectomy પછી પણ, ઇચ્છા હોય તો નવું સ્તન બનાવવાનો (reconstruction) વિકલ્પ ઓપરેશન પહેલાં ચર્ચાય છે.
ઘરમાં ઘણી વખત પતિ, સાસુ કે દીકરા-દીકરી આ નિર્ણયમાં સાથે હોય છે. આ નિર્ણય ઉતાવળે લેવાનો નથી. બંને રસ્તાના ફાયદા-ગેરફાયદા, ઓપરેશન પછીનો દેખાવ, અને આગળની સારવાર — આ બધું પરિવારની હાજરીમાં સમજાવવામાં આવે છે, પછી જ તારીખ નક્કી થાય છે.
જો scan અને હાથની તપાસમાં બગલની ગાંઠો સામાન્ય લાગે, તો sentinel node biopsy થાય છે. ઓપરેશન વખતે એક dye અથવા tracer વડે જોવાય છે કે સ્તનનું પ્રવાહી પહેલાં કઈ ગાંઠમાં જાય છે; ફક્ત એ એક-બે ગાંઠો કાઢીને તપાસાય છે. એ સાફ આવે તો બાકીની ગાંઠો જ્યાં છે ત્યાં રહેવા દેવાય છે.
આ નાની વાત નથી. બગલની બધી ગાંઠો કાઢવાથી હાથમાં સોજો (lymphoedema) આવવાનું જોખમ વધે છે, અને એ સોજો લાંબો ટકી શકે છે. એટલે ગાંઠો ત્યારે જ કાઢવામાં આવે છે જ્યારે ખરેખર જરૂર હોય, routine તરીકે નહીં.
આ ક્રમ stage અને biopsy ના receptor status પરથી નક્કી થાય છે, અને સારવાર શરૂ થાય તે પહેલાં સમજાવવામાં આવે છે. Chemotherapy medical oncologist આપે છે; surgeon શરૂઆતથી સાથે રહે છે, જેથી chemotherapy પછી ઓપરેશનનો plan તૈયાર હોય.
નાના સ્તનમાંથી ગાંઠ કાઢવાથી ખાડો પડી શકે છે. Oncoplastic technique થી એ ખાડો આજુબાજુની પેશી વડે ભરાય છે. આ માટે cancer ની આસપાસથી કાઢવાનો ભાગ ઓછો કરવામાં આવતો નથી — cancer પૂરું કાઢવું એ પહેલી શરત રહે છે.
નવું સ્તન ક્યારે અને કઈ રીતે બનાવવું, તે ઓપરેશન પહેલાં ચર્ચાય છે, કારણ કે તે ઓપરેશનના દિવસે શું કરવું તે બદલી નાખે છે. વિગત: Oncoplastic breast surgery and reconstruction (અંગ્રેજીમાં).
ઘણી સ્ત્રીઓને ઓપરેશન પછી શરીરના બદલાયેલા દેખાવની ચિંતા થાય છે, અને ઘણી વખત તે ઘરમાં કોઈને કહેતી નથી. આ સ્વાભાવિક છે. Mastectomy પછી કપડાંની અંદર પહેરી શકાય એવું breast prosthesis (કૃત્રિમ સ્તન) મળે છે, અને નવું સ્તન બનાવવાનો વિકલ્પ પછીથી પણ ચર્ચી શકાય છે. Follow-up મુલાકાતમાં આ વિશે પૂછવામાં સંકોચ ન રાખો.
હા. દુખાવો ન હોવો એ cancer ન હોવાની નિશાની નથી. દરેક નવી ગાંઠની તપાસ થવી જોઈએ — મોટાભાગે એક મુલાકાત, sonography કે mammogram, અને જરૂર પડે તો biopsy થી જવાબ મળી જાય છે.
Biopsy નિદાનનો સ્વીકૃત અને જરૂરી ભાગ છે. તેના વગર ગાંઠનો પ્રકાર ખબર ન પડે, અને સાચો plan ન બને. Biopsy સામાન્ય રીતે OPD માં local anaesthesia માં થાય છે.
જે સ્ત્રીઓ માટે breast conservation યોગ્ય ગણાય છે, તેમના માટે તે સ્વીકૃત અને સલામત સારવાર છે — શરત એ છે કે ઓપરેશન પછી radiotherapy લેવાય. કોના માટે યોગ્ય છે, તે ગાંઠનું કદ, જગ્યા અને biopsy જોઈને જ કહી શકાય.
હા, ઘણી સ્ત્રીઓમાં. Implant થી કે પોતાની પેશીથી, એ જ ઓપરેશનમાં કે પછીથી. આ વિકલ્પ ઓપરેશન પહેલાં ચર્ચાય છે, કારણ કે તે ઓપરેશનનો plan બદલે છે.
બગલની બધી ગાંઠો કાઢવામાં આવે ત્યારે હાથમાં સોજાનું જોખમ વધે છે. એટલે ગાંઠો સામાન્ય લાગે ત્યારે sentinel node biopsy થી ફક્ત પહેલી એક-બે ગાંઠો તપાસાય છે. ઓપરેશન પછી હાથની કસરતો શીખવાડાય છે.
પહેલાં ફોન કરો — તમારી પાસે કયા રિપોર્ટ છે, તે જાણીને પહેલી મુલાકાતમાં શું થઈ શકશે તે કહી શકાય. બધા રિપોર્ટ સાથે લાવવાથી ફેરા ઓછા થાય છે.
Apollo Hospital International Ltd, Bhat — તપાસ અને ઓપરેશન
Plot No. 1A, GIDC Bhat, Industrial Estate, ગાંધીનગર, ગુજરાત 382428
Google Maps પર રસ્તો જુઓ
ફોન: +91 63555 64601 · WhatsApp
છેલ્લે અપડેટ: 4 ઑક્ટોબર 2026
પહેલી મુલાકાતમાં mammogram, sonography અને biopsy રિપોર્ટ સાથે લાવો. સમય નક્કી કરવા ફોન કરો. ફોન કરો +91 63555 64601 · WhatsApp પર પૂછો
Swasth Parivar: twice a month, practical advice on recovery, diet and warning signs. No advertising. Stop any time.
Your number is used for these updates and for the clinic to reach you. It is never sold or passed on. To stop, reply STOP on WhatsApp.